મુંબઇ

મુંબઈમાં આ વર્ષે સ્કૂલ નહીં ખૂલે

આગામી સમયમાં કોરોના બીજી વાર ફેલાશે એવી શક્યતાના આધારે નિવેદન કરતી સરકાર રાજ્યમાં ૨૩ નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાની હતી; પરંતુ દિલ્હી, હરિયાણા, આંધ્ર પ્રદેશ તેમ જ અનેક રાજ્યોમાં કોરોનાએ ફરી એક વાર જનજીવનને ભરડામાં લીધું છે. સત્તાવાર માહિતી મુજબ રોજ કોરોનાના સંક્રમિત દરદીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એવા સંકટના સમયમાં મુંબઈમાં સ્કૂલો શરૂ કરવાનું સાહસ લેવું ભારે પડશે એવી સમજદારીથી સરકારે લોકોનાં સ્વાસ્થ્ય અને જીવન માટે ગંભીરતાથી સજાગ રહેવાનું પગલું અંતે લીધું છે.
કેન્દ્ર સરકારે સુરક્ષિતતાના નિયમોનું પાલન કરી સ્કૂલો શરૂ કરવાની અનુમતિ અપાયા પ્રમાણે રાજ્ય સરકારે એનું પાલન કરતાં સ્થાનિક પ્રશાસન દ્વારા સ્કૂલોના કર્મચારીઓની કોરોના ટેસ્ટ તેમ જ દરેક સ્કૂલ સૅનિટાઇઝ કરવાના ર્નિણય સાથે કાર્ય શરૂ કર્યું હતું. પરંતુ ગઈ કાલે ફરી મુંબઈમાં ૩૧ ડિસેમ્બર સુધી સ્કૂલો બંધ રાખવાનો ર્નિણય લેવાયો છે.
સ્કૂલ એજ્યુકેશન પ્રધાન વર્ષા ગાયકવાડે ગઈ કાલે કહ્યું હતું કે ‘સ્કૂલ ખોલવા બાબતે સ્થાનિક સ્તરે સ્થિતિને ધ્યાનમાં રાખીને ર્નિણય સ્થાનિક પ્રશાસન લઈ શકશે. આ માટે તેમણે કોવિડના તમામ નિયમાનું પાલન કરવાનું રહેશે. જે વિસ્તારમાં કોરોનાનો પ્રભાવ હશે ત્યાંની સ્કૂલો ચાલુ કરતાં પહેલાં સ્થાનિક કલેક્ટર, ડેવલપમેન્ટ અધિકારી અને શિક્ષણ અધિકારી સાથે વિચારવિમર્શ કરીને વિદ્યાર્થી અને શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખવાની સૂચના આપવામાં આવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button