મુંબઇ

અનન્યા ફરીવાર વ્યસ્ત બની

અનન્યા પાન્ડે ફરી એકવાર વ્યસ્ત બની ચુકી છે. એકબાજુ અનન્યા પાન્ડે ચંકી પાન્ડેની પુત્રી છે. તે બોલિવુડમાં કરણ જાેહરની હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ સ્ટુડન્ડ ઓફ ધ યર-૨ સાથે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. . અનન્યા પાન્ડે હાલમાં પતિ પત્નિ ઔર વો નામની ફિલ્મમા નજરે પડી હતી. કોરોના કાળ પહેલા તે રજૂ કરવામાં આવી હતી. જાે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા હાંસલ કરી શકી હતી. અનન્યા સ્ટાર કિડ્‌સ તરીકે લોકપ્રિય થઇ રહી છે. તેની પાસે ફિલ્મો આવી રહી છે. ચંકી પાન્ડેએ વિતેલા વર્ષોમાં કેટલાક સારી ફિલ્મ કરી હતી. જેમાં આંખે, પાપ કી દુનિયા જેવી ફિલ્મનો સમાવેશ થાય છે. હવે તે ફિલ્મોથી દુર છે. કેટલાક અન્ય કામો તે કરી રહ્યો છે. જાે કે અનન્યાની તે મદદ કરે છે. ખાલી પિલી ફિલ્મમાં કામ કર્યા બાદ અનન્યા પાસે અન્ય કેટલીક ફિલ્મોની ઓફર આવી ચુકી છે.
૦-૦-૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button