આણંદ

આણંદ રેલ્વે સ્ટેશન પર આજથી અગાઉ બુક કરાયેલી ટીકીટોનું રીફંડ આપવાનું શરૂ કરાયું

મુસાફરો રિફંડનો દાવો કરવામાં અસમર્થ હોય તો મુસાફરીની તારીખથી ૬ મહિના સુધી રિફંડનો દાવો કરી શકાય છે

આણંદ, તા. ૨૫
કોરોના સંક્રમણને પગલે લોકડાઉન જાહેર થયા બાદ ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના પગલે માર્ચ, એપ્રિલ, મેમાં લોકોએ મુંબઈ, કલકત્તા સહિત અન્ય રાજ્યોમાં જવા માટે અગાઉથી રેલ્વેમાં રીઝર્વેશન કરાવ્યું હતું. પરંતુ ટ્રેનો રદ થતા તેઓને ટીકીટના નાણાં પરત મળ્યા ન હતા. રેલ્વે તંત્ર દ્વારા અગાઉ બુક કરાવેલી તથા હાલમાં પણ ટ્રેન શરુ થતા પહેલા બુક કરાવેલી અને પાછળથી ટ્રેનો રદ થઈ હોય તેવા મુસાફરોને અગામી છ માસ સુધી રીફંડ આપવામાં આવશે. આજથી વડોદરા પશ્ચિમ ડીવીઝન વિભાગ દ્વારા આણંદ, નડિયાદ સહિત તમામ રેલ્વે સ્ટેશન પર રીફંડ આપવાનું શરુ કર્યું છે. પશ્ચિમ રેલ્વે વિભાગ દ્વારા અગાઉ પણ રીફંડ આપવાની વાત થઈ હતી પરંતુ જે તે સમયે લોકડાઉનના પગલે સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ ન થાય તે હેતુથી તારીખ જાહેરમાં કરવામાં આવી ન હતી. જાકે ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે ૨૫મી મેથી સવારના ૭ થી બપોરના ૨ વાગ્યા સુધી રીફંડ આપવામાં આવશે. જાકે ટીકીટ બારી પર ધસારો ન થાય તે માટે ૧૨૫ ટોકન આપવામાં આવશે અને તે પ્રમાણે રીફંડ લેવા આવવાનું રહેશે. પ્રત્યેક સ્થળે એક કાઉન્ટર રિફંડની ખાસ સુવિધા માટે રાખવામાં આવશે.તમામ નિયમિત દિવસોમાં બે શિફ્‌ટ અને રવિવારે એક શિફ્‌ટમાં કાઉન્ટરો કાર્યરત રહેશે. અસલ પીઆરએસ ટિકિટ ધરાવતા મુસાફરો ભાડાનું રિફંડ મેળવી શકે છે,એમએચએસ દ્વારા દ્વારા જારી કરવામાં આવેલ જરુરી સાવચેતીને અનુસરતા માસ્ક પહેરવું સામાજિક અંતર જાળવવું વગેરેનું પાલન કરવાનું રહેશે. એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે કે, તમામ મુસાફરોને રિફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે, કારણ કે ટિકિટ પર છપાયેલ મુસાફરીની તારીખથી ૬ મહિના સુધી રિફંડનો દાવો કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button