નવી દિલ્હી

૨ ટકા વ્યાજે ૧ લાખની લોન છેતરપિંડી સમાન ગણાવી સીએમ રૂપાણીને લીગલ નોટિસ

અમદાવાદ, તા. ૨૯
નાના વેપારીઓ અને ઓછી આવક ધરાવતા લોકોને લોકડાઉનમાં કામધંધા બંધ થઈ જતાં બે ટકા વ્યાજે એક લાખ સુધીની લોન આપવાની ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે. જા કે, આ મામલે સુરત Âસ્થત એÂક્ટવિસ્ટ દ્વારા સીએમ વિજય રૂપાણી અને રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી પર લોકો સાથે વિશ્વાસઘાત કરવાનો આક્ષેપ કરી લીગલ નોટિસ મોકલવામાં આવી છે.
સંજય એઝહાવા નામના એÂક્ટવિસ્ટે પોતાના વકીલ ગિરીશ હરેજા મારફતે ૨૩મે ના રોજ લીગલ નોટિસ મોકલી હતી અને સાત દિવસમાં તેનો જવાબ માગ્યો હતો. તેમની માગ છે કે સરકારે લોન મેળવવા ઈચ્છતા લોકો પાસેથી કોઈના જામીન માગ્યા સિવાય પ્રાઈવેટ બેન્કો મારફતે રકમની ફાળવણી કરવી જાઈએ.
વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની ૧૪મી મેના રોજ જાહેરાત કરી હતી. જેમાં દાવો કરાયો હતો કે લોકડાઉનને કારણે આવક ગુમાવનારા દસેક લાખ જેટલા નાના વેપારીઓ અને કારીગરોને આ યોજનાને મારફતે એક લાખ રૂપિયા સુધીની લોન મળશે. રૂપાણીએ તો એવો દાવો પણ કાર્યાે હતો કે આ લોન લેવા માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે, અને કોઈ જામીન (ગેરંટી) આપ્યા વિના જ તેનો લાભ લઈ શકાશે.
જા કે, સહકારી બેન્કો દ્વારા અપાતા ફોર્મમાં ૧૦ જેટલા પુરાવા અને બે લોકોના જામીન અને તેમના ફોટોગ્રાફ સાથેની વિગતો મગાતી હોવાનું બહાર આવ્યું હતું. અરજકર્તા પાસેથી આધારકાર્ડ, પાનકાર્ડ આખા પરિવારની વિગતો, આવકનું પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારાનું પ્રમાણપત્ર, શ્રમયોગી નંબર, એડવાન્સ ચેક જેવી વિગતો મગાય છે. સીએમ આ યોજનાની જાહેરાત કરતાં જે દાવો કર્યાે હતો તેની વિરુદ્ધ બેન્કો ઢગલાબંધ પુરાવા અને જામીન માગી રહી હોવાથી લોકોમાં પણ રોષ જાવા મળી રહ્યો છે.
રૂપાણી સરકારને આ અંગે લીગલ નોટિસ મોકલનારા સંજય એઝહાવાએ જણાયું હતું કે, સરકારે વચન આપ્યું હતું. તે અનુસાર લોકોને લોન તો મળી જ રહી. બેન્કો સામાન્ય અરજકર્તાઓ પાસેથી જામીન ઉપરાંત અનેક પ્રકારના દસ્તાવેજા માગે છે. જેથી લોકોને પોતે છેતરાયા હોવાની લાગણી અનુભવાઈ રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, સરકાર અને રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રીએ આ યોજનાનો સોશિયલ મીડિયા પર પ્રચાર કર્યાે હતો. પરંતુ લોકોને તો ફોર્મ મેળવવા માટે પણ લોકોએ લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડ્યું હતું. સંજયભાઈના વકીલ ગિરીશ હરેજાના જણાવ્યા મુજબ, જા સરકારે સાત દિવસમાં લીગલ નોટિસનો જવાબ ના આપ્યો તો તેઓ આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ કરશે.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button