Bankingગુજરાતનવી દિલ્હીમુંબઇ

કોરના વાયરસને લઈને ભારત માટે આવ્યા સારા સમાચાર

ભારતમાં કોરોના વાયરસ મહામારીના ફેલાતા પ્રકોપની વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. હવે આ ખતરનાક વાયરસ દેશમાં ઓછો ઘાતક સાબિત થઈ રહ્યો છે. શુક્રવારે ભારતમાં કોરોના વાયરસનો કેસ ફેટલિટી રેટ એટલે કે કોરોના વાયરસના કેસમાં મૃત્યુદર 2.8 ટકા હતો જે છેલ્લા દોઢ મહિનામાં પહેલી વાર 3 ટકાથી નીચે ગયો છે. Case Fatality Rate એટલે કે CFR પોઝિટીવ જોવા મળેલા તમામ દર્દીઓમાંથી કેટલાં ટકાના મોત થયા છે તે દેખાડે છે.

મૃત્યુ દર મેમાં 3.4% થી ઘટીને 2.84% થયો
ગયા મહિને 7મી એપ્રિલના રોજ CFR એટલો ઓછો નહોતો પરંતુ ત્યારે કુલ કેસ 5194 જ હતા. એપ્રિલમાં જ્યારે કેસ 10,000ની નજીક પહોંચ્યાં ત્યારથી જ CFR રેટ સતત ઉપર આવી રહ્યો હતો. મેની શરૂઆતમાં આ દર 3.4 ટકા હતો એટલે કે 100 દર્દીઓમાંથી 3 કરતા વધુના મોત થઇ રહ્યા હતા. ડેથ પેટમાં ઘટાડાનો ટ્રેન્ડ આ સપ્તાહની શરૂઆતની સાથે શરૂ થયો. સીએફઆર 24મી મેના રોજ 2.89 ટકા હતો, જે 25મી મેના રોજ ઘટીને 2.87 ટકા અને શુક્રવારે 2.84 ટકા રહ્યો.

પશ્ચિમ બંગાળમાં મૃત્યુ દર દેશમાં સૌથી વધુ છે, પરંતુ સુધારો થઇ રહ્યો છે

પશ્ચિમ બંગાળમાં મૃત્યુ દર રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણો વધું છે. રાજ્યમાં કોરોનાથી થતાં મૃત્યુનું પ્રમાણ દેશમાં સૌથી વધુ છે જ્યાં દરરોજ 100 દર્દીઓમાંથી સરેરાશ 6.5 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે. જોકે બંગાળમાં મૃત્યુ દરમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. ત્યાં સીએફઆર 10 ટકા સુધી પહોંચી ગયો હતો.

મધ્યપ્રદેશમાં 6%થી ઘટીને 4.3% થયો ડેથ રેટ

મધ્યપ્રદેશમાં મે મહિનાની શરૂઆતમાં 6 ટકા CFR હતો પરંતુ ત્યાં ઝડપથી સુધરી રહ્યો છે. અત્યારે એમપીમાં CFR ઘટીને 4.3 ટકા પર પહોંચી ગયો છે. કોરોનાથી સૌથી પ્રભાવિત મહારાષ્ટ્રમાં CFR રાષ્ટ્રીય સરેરાશ કરતાં થોડો વધુ છે. ત્યાં કેસ ફેટલિટી રેટ 3.3 ટકા છે જે મે મહિનાની શરૂઆતમાં 4 ટકા હતો.

દિલ્હીમાં દર 10 લાખની વસતીમાં સૌથી વધુ કેસ, સૌથી વધુ ટેસ્ટ પણ અહીં

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે દિલ્હીમાં દર 10 લાખ વસતીમાં કોરોના કેસ દેશમાં સૌથી વધુ છે. દરરોજ દેશમાં સૌથી વધુ ટેસ્ટ દિલ્હીમાં જ થઇ રહ્યા છે. અહીં 10 લાખ વસતી પર 810 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા છે. 7મી મેના રોજ આ આંકડો 275 હતો. તેના પરથી ખબર પડે છે કે દિલ્હીમાં કોરોના ફેલાવાની રફતાર ખૂબ વધુ છે. 10 લાખ વસતી દીઠ કોરોના કેસમાં મહારાષ્ટ્ર બીજા નંબરે છે જ્યાં આ આંકડો 483.3 છે. ત્યારબાદ તામિલનાડુ છે જ્યાં આ આંકડો 254.4 છે.

ગુજરાતમાં પણ મૃત્યુ દર ઉંચો, ધીમે ધીમે વધી રહ્યો છે

ગુજરાતમાં પણ કોરોનાથી મૃત્યુ દર ઘણો ઉંચો છે. પશ્ચિમ બંગાળની જેમ દરરોજ 100 દર્દીઓમાંથી 6 થી વધુના મોત થઈ રહ્યા છે. ગુજરાતનો CFR 6.2% છે. બંગાળમાં જ્યાં મૃત્યુ દર ઘટી રહ્યો છે ત્યાં ગુજરાતમાં ધીમે ધીમે વધી રહ્યો છે. મેની શરૂઆતમાં અહીં CFR 5.8% હતો જે વધીને 6થી ઉપર પહોંચી ગયો છે.

કોરોનાથી મોતના કેસમાં ચીનથી આગળ નીકળ્યું ભારત

દરમ્યાન કોરોનાથી થતા મોતનાં કેસોમાં ભારત ચીનથી આગળ નીકળી ચૂકયું છે, જ્યાંથી આ જીવલેણ વાયરસ આખી દુનિયામાં ફેલાયેલો. સ્વાસ્થ્યમંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 4971 લોકોનાં મોત નીપજ્યાં છે. ચીનમાં આ આંકડો 4,634 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button