નવી દિલ્હી

સતત ત્રીજા દિવસે ભારતમાં ૮૦૦૦થી વધારે કેસો સપાટી પર ભારત ઃ કોરોનાનો હાહાકાર જારી

ભારતમાં કેસોની સંખ્યા બે લાખની નજીક ઃ દિલ્હીમાં ૨૦ હજારથી વધુ કેસ
નવી દિલ્હી, તા.૨
ભારતમાં કોરોના વાયરસનો હાહાકાર જારી રહ્યો છે. ચિંતાજનક રીતે વધતા કોરોના ગ્રાફ વચ્ચે ભારતમાં કેસોની સંખ્યા હવે વધીને બે લાખની નજીક પહોંચી ગઇ છે. સતત ત્રીજા દિવસે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ હજારથી વધારે કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા ૭૦૦૦૦ના આંકડાને પાર કરી ગઇ છે. આવી જ રીતે દિલ્હીમાં કેસોની સંખ્યા ૨૦૦૦૦ના આંકડાને પાર કરી ગઇ છે. ભારતમાં હજુ સુધી ત્રણ રાજ્યો એવા છે જેમાં કેસોની સંખ્યા ૨૦ હજારથી વધારે છે. જેમાં મહારાષ્ટ્ર, તમિળનાડુ અને દિલ્હીનો સમાવેશ થાય છે. ભારતમાં કેસોની ંસખ્યા વધીને ૧૯૮૭૦૬ સુધી પહોંચી ગઇ છે. દુનિયામાં સૌથી વધારે અસરગ્રસ્ત દેશમાં હવે ભારત પણ સામેલ છે. જીવલેણ વાયરસની અસર થયા બાદ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા ૯૫૫૨૬ સુધી પહોંચી ગઇ છે. સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા પણ હવે એક લાખ તરફ વધી રહી છે. એÂક્ટવ કેસોની સંખ્યા ભારતમાં ૯૭૫૮૧ સુધી પહોંચી ગઇ છે. તમિળનાડુમાં પણ હાલત ખરાબ છે. ભારતમાં કોરોનાના જે કેસો નોંધાયા છે તે પૈકી અડધાથી વધારે કેસો દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, પુણે સહિતના શહેરોમાં નોંધાયા છે. પાંચ શહેરોમાં કેસોની સંખ્યા સૌથી વધારે નોંધાઇ છે. દેશમાં કોરોના વાયરસને કાબુમાં લેવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં Âસ્થતી ખરાબ થયેલી છે. ૨૨મી માર્ચના દિવસે જનતા કરફ્યુ બાદ ૨૪મી માર્ચથી લોકડાઉનની Âસ્થતી દેશમાં રહેલી છે. ભારતમાં ઝડપી ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. ભારતમાં હજુ સુધી ૩૬ લાખ કરતા વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. અમેરિકામાં ૧.૫ કરોડ કરતા વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ૨૫મી માર્ચના દિવસે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. ભારતમાં પણ આંકડા સરકાર અને સંબંધિત વિભાગને હેરાન કરે તેવા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button