BankingLock Downગુજરાત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા 14000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત:વાંચો કોને મળશે શું લાભ……

આજે નીતિન પટેલે કહ્યું હતું કે, એક નવા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે. ત્યારે સીએમ રૂપાણીએ રાજ્યના લોકો માટે 14 હજાર કરોડનો પટારો ખોલ્યો હતો અને રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રાહત પેકેજમાં કરવામા આવેલી વાત અનુસાર નાની દુકાનો, પ્રોવિઝન, સ્ટોર, મોબાઈલ, મેડિકલ… વગેરેમાં 3 મહિના માટે વીજદર 15 ટકા લેવામાં આવશે. 30 લાખ દુકાનદારો કારીગરોને પણ લાભ મળવાનો છે. આ રીતે 80 કરોડનો લાભ મળશે.

100 યુનિટ સાથે વીજબીલ માફ કરી દેવામાં આવશે. 200 યુનિટનો વપરાશ કરનારને 100 યુનિટનો લાભ મળશે. તેમજ વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં પણ 20 ટકાની માફી મળી છે. આ પેકેજ અનુસાર 92 લાખ ગ્રાહકોને ફાયદો થશે.

એ સિવાય ટ્રાન્સપોટેશનમાં રાહત આપતા રૂપાણીએ વાત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા લક્ઝરી, કોન્ટ્રાક્ટબેઝ બસો વગેરે 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો ટેક્સ માફ કરવાં આવશે. 230 કરોડનો રોડટેક્સ માફ કર્યો. 460 કરોડ રૂપિયા બાકી લેણાં પેનલ્ટી વ્યાજ વગેરેમાં માફી મળશે. 92 લાખ વિજધારકો માટે 100 યુનિટ સુધીનું વીજબિલ માફ કરી દીધું છે.

જાણો જાહેરાતના બધા જ મુદ્દાઓ

“આત્મનિર્ભર ગુજરાત’ રાહત પેકેજની જાહેરાત

14000 કરોડના રાહત પેકેજની જાહેરાત

CM રૂપાણીએ રાહત પેકેજની કરી જાહેરાત

100 યુનિટ વીજબિલ માફ કરવામાં આવશે

92 લાખ વીજ ગ્રાહકોને રૂ.650 કરોડની રાહત

વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી

નાના વેપારીઓને વીજબિલમાં 5 ટકા રાહત

ઓગસ્ટ મહિના સુધી વીજકર 15 ટકા જ લેવાશે

રીક્ષા, જીપ, ટેક્સીનો 6 મહિના સુધીનો રોડ ટેક્સ માફ

63000 વાહનનો 6 મહિનાનો રોડ ટેક્સ સંપૂર્ણ માફ

ઉદ્યોગો માટે રૂ.768 કરોડની રાહત

ટેક્સટાઈલ ઉદ્યોગોને રૂ.450 કરોડની કેપિટલ સબસિડી

મેગા ઈન્ડસ્ટ્રીઝને રૂ.150 કરોડની કેપિટલ સબસિડી

1200 કરોડનું GST રિફંડ જુલાઈ સુધીમાં ચૂકવાશે

GIDC માટે રૂ.450 કરોડ ફાળવાયા

એફોર્ડેબલ હાઉસિંગમાં રૂ.1000 કરોડની સબસિડી

24 લાખ ખેડૂતોને શૂન્ય ટકા દરે કૃષિધિરાણ

રૂ.410 કરોડ સબસિડી રાજ્ય સરકાર ચૂકવશે

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને ગાયદીઠ રૂ.900

માછીમારોને સાધન ખરીદી માટે રૂ.200 કરોડ સબસિડી

4 ટકાના દરે રૂ.2.50 લાખ સુધીની લોન અપાશે

ઈન્ટરેસ્ટ સબસિડી માટે રૂ.300 કરોડ ફાળવાશે

2 ટકાના દરે 1 લાખ સુધીની લોન અપાશે

મહિલા સખી મંડળોને શૂન્ય ટકા દરે લોન

માનવ ગરીમા કલ્યાણ યોજનામાં 32000 લાભાર્થી

25 કરોડ માનવ ગરીમા કલ્યાણ યોજના હેઠળ

આદિવાસી શ્રમિકને મકાન બનાવવા રૂ.35000ની સબસિડી

મકાન બાંધકામ માટે રૂ.350 કરોડની ફાળવણી

20 નવા ધન્વંતરિ રથ, રૂ.25 કરોડની ફાળવણી

CM રાહત ફંડમાંથી 8 મનપાને 100 કરોડની ફાળવણી

કોવિડ – 19ના સંદર્ભે રૂ.100 કરોડની ફાળવણી

ST વિભાગને રૂ.120 કરોડની ફાળવણી

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button