નવી દિલ્હી

કાલે સૂર્યગ્રહણઃ ભારતમાં છ કલાક દેખાશે અદભુત નઝારો

૩૮ વર્ષ પછી જોવા મળશે સૂર્યગ્રહણ, ફરી પાછું આવું ગ્રહણ જોવા માટે ૧૯ વર્ષ રાહ જોવી પડશે

નવી દીલ્હી,તા.૨૦
દેશમાં આવતીકાલે થવા જઈ રહેલા સૂર્યગ્રહણ બાદ કુદરતી આફતો, મહામારી જેવા અમંગળમાં ઘટાડો આવશે અને હવે બધું મંગળ જ થશે તેવી આશા સેવાઈ રહી છે. હવે કોરોનાનું સંકટ કે જે અત્યારે ચરમ પર પહોંચી ગયું છે તે દૂર થવા લાગશે. આ દાવો શ્રીમાતા શીતળા દેવી શ્રાઈન બોર્ડના પૂર્વ સભ્ય અને આચાર્ય પુરોહિત સંઘના પ્રમુખ પંડિત અમરચદં ભારદ્રાજે કર્યે છે. બીજી બાજુ એમિટી યુનિવર્સિટી ગુડગાંવમાં ડિપાર્ટમેન્ટ ઓફ એરોસ્પેસ એન્જિનિયરિંગના આસિસ્ટન્ટ પ્રોફેસર મનિષકુમાર ભારતીએ જણાવ્યું કે ૧૯૮૨ બાદ આ પહેલો પ્રસગં છે યારે ચક્રાકાર સૂર્યગ્રહણ અને ગ્રીષ્મ સંક્રાંતિ એક જ દિવસે આવશે. આવો પ્રસગં બીજી વખત ૨૧ જૂન ૨૦૩૯માં આવશે.
આ ગ્રહણ કાલે સવારે ૯ઃ૧૫ વાગ્યાથી શરૂ થઈને બપોરે ૩ઃ૦૪ વાગ્યા સુધી રહેશે. આ સૂર્યગ્રહણની સમયમર્યાદા અંદાજે છ કલાકની રહેશે. બપોરે ૧૨ઃ૧૦ વાગ્યે આ ગ્રહણ પોતાના શીખર પર હશે યાં ચંદ્રમા સૂર્યની લગભગ ૯૯ ટકા ભાગને ઢાકી લેશે. જો કે આ માત્ર અમુક સેકન્ડ માટે જ હશે. આ સૂર્યગ્રહણ ખુલ્લી આંખે જોવું હાનિકારક સાબિત થઈ શકે છે એટલા માટે પૂરતી સુરક્ષા રાખ્યા બાદ જ સૂર્યગ્રહણને જોવું જોઈએ. સૂર્યગ્રહણને સીધેસીધું જોવા માટે માત્ર આંતરરાર્ષ્ટ્રીય આઈએસઓ ૧૨૩૧૨–૨નો માપદડં ધરાવતાં ચશ્મા જ પહેરવા જોઈએ. સૂર્યથી નીકળનારા યુવી કિરણો કાયમી અંધાપો આપી શકે છે.લોકોએ આ સૂર્યગ્રહણને માયન કેલેન્ડર સાથે જોડીને તેને દુનિયાનો અંતિમ દિવસ ગણાવવાનું શરૂ કરી દીધું છે. માયન કેલેન્ડર અનુસાર દુનિયા ૨૧ ડિસેમ્બર ૨૦૧૨માં ખતમ થવાની હતી જે હવે ૨૧ જૂન–૨૦૨૦માં ખતમ થશે તેવી અફવાઓ ઉડાવવામાં આવી રહી છે પરંતુ નાસાએ તેને સંપૂર્ણ રીતે નકારી કાઢી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button