BankingGamesમુંબઇ

મહાનાયક અમિતાભ બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યો, નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

  • ટ્વિટ કરી કહ્યું- છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં આવેલ તમામ ટેસ્ટ કરાવી લે.
  • બચ્ચનના પરિવારના સભ્યોનો પણ ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે

મહાનાયક અમિતાભ બચ્ચનને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી છે કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું.

https://twitter.com/SrBachchan/status/1282002456063295490?s=19

આ અગાઉ પણ 77 વર્ષિય અમિતાભ બચ્ચનને અનેક વખત રુટીન ચેક અપ માટે હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

ટ્વિટ કરીને કહ્યું કે હુ કોરોના પોઝિટિવ આવ્યો છું. છેલ્લા 10 દિવસમાં મારા સંપર્કમાં આવ્યા છે તે સૌ તેનો ટેસ્ટ કરાવી લે. આ સાથે હવે તેમના પરિવારના સભ્યો અભિષેક બચ્ચન, ઐશ્વર્યારાય સહિત પરિવારને હોમ ક્વોરન્ટીનમા રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button