આણંદ

ચારુસેટ હોસ્પિટલમાં બાલ સખા યોજના- ૩નો પ્રારંભ નવજાત શિશુની તદ્દન મફત સારવાર થશે

આણંદ, તા. ૧૫
ચાંગાસ્થિત પ્રમાણિત વિખ્યાત મલ્ટી સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને ઉચ્ચતમ સારવાર પ્રાપ્ત થાય તે હેતુથી ઉમદા સેવા આપવાનો માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવે છે ત્યારે ચારુસેટ હોસ્પિટલમાં ચાંગા અને આસપાસના વિસ્તારોમાં વસતા પરિવારોના નવજાત શિશુના લાભાર્થે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી બાલ સખા યોજના-૩ નો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ યોજના અંતર્ગત નવજાત શિશુની સારવાર તદ્દન મફત કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ વિવિધ લક્ષણો ધરાવતા ૨૮ દિવસથી નાના નવજાત શિશુને કાચની પેટીમાં રાખી મફત સારવાર આપવામાં આવે છે જેમાં બાળકનું વજન ૧.૫ કિલોગ્રામ અથવા તેનાથી ઓછું હોય, બાળકને શ્વાસ લેવાની તકલીફ હોય, જન્મ સમયે બાળક રડતું ન હોય, બાળકના સુગરનું પ્રમાણ ઓછું હોય, બાળક ફેફસામાં મેકોનીયમ ગળી ગયું હોય, બાળકને લોહીમાં ઇન્ફેકશન થયું હોય વગેરેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ચારુસેટ હોસ્પિટલમાં ઓ.પી.ડી. આઇ.સી.યુ.-ઓપરેશન થિયેટર- સર્જરી- વગેરે સેવાઓ રાબેતા મુજબ સવારે ૯ થી સાંજે ૫ દરમિયાન કાર્યરત છે. આ ઉપરાંત ઈમરજન્સી સેવાઓ પણ ૨૪ટ૭ કાર્યરત છે. ચારુસેટ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ અને મુલાકાતીઓના સ્વાસ્થ્ય માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. ઈમરજન્સી ગેટ આગળ પ્રવેશ કરવા માટે સેનિટાઇઝેશન પેનલ લગાવવામાં આવી છે જેમાં કોઈ પણ વ્યક્તિ સેનિટાઇઝ થયા પછી હોસ્પિટલમાં આવી શકે છે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જળવાય છે. આમ કોરોનાને પગલે દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ચારુસેટ હોસ્પિટલ દ્વારા ચોવીસ કલાક પોતાની સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button