નવી દિલ્હી

મોટી સંખ્યામાં કર્મચારીઓની નોકરી જતી રહી કોરોના ઃ ઓટો ક્ષેત્ર મુશ્કેલમાં

પહેલાથી ભારે મુશ્કેલીમાં રહેલા ઓટો ક્ષેત્રની કમર તુટી

નવી દિલ્હી,તા.૧૮
કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાના તમામ ક્ષેત્રોમાં મંદી છવાઇ ગઇ છે. દુનિયાના દેશોમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉન વચ્ચે તમામ લોકો ઘરમાં રહ્યા હતા. હજુ પણ સ્થિતી સુધરી રહી નથી. મર્યાદિત પ્રમાણમાં તમામ ગતિવિધી શરૂ થઇ રહી છે. આંતરરાષ્ટ્રીય વિમાની સેવા તો હજુ બંધ સ્થિતીમાં છે. આવી સ્થિતીમાં ઓટો સેક્ટરની હાલત હજુ ખરાબ થાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. ઓટો સેક્ટરની હાલત તો કોરોના વાયરસ પહેલા પણ ખરાબ હતી. કોરોનાના કારણે તો બિલકુલ હાલત ખરાબ કરી દીધી છે. વાહનોના વેચાણમાં ભારે ઘટાડાની વચ્ચે દેશભરમાં વાહન ડીલરની સંખ્યામાં ભારે ઘટાડો થઇ રહ્યો છે. મંદી અને લોકડાઉનના માહોલમાં કર્મચારીઓને બહારના રસ્તા બતાવવામાં આવી રહ્યા છે.
ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ઓટો મોબાઇલ ડીલર્સ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા ત્રણ મહિનાના ગાળા દરમિયાન રિટેલ વેચાણકારો દ્વારા વેચાણમાં ભારે ઘટાડો થવાના કારણે બે લાખથી વધુ કર્મચારીઓની નોકરી જતી રહી છે. સંગઠને એમ પણ કહ્યું છે કે, નજીકના ભવિષ્યમાં સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા પણ નહીંવત દેખાઈ રહી છે જેના પરિણામ સ્વરુપે હજુ બીજા શો રુમ પણ બંધ કરવામાં આવી શકે છે. છટણીનો સિલસિલો જારી રહી શકે છે. ફાડાના અધ્યક્ષ આશિષ હર્ષરાજે કહ્યું છે કે, વેચાણમાં ઘટાડાના પરિણામ સ્વરુપે ડિલરોની પાસે શ્રમબળમાં કાપ સિવાય અન્ય કોઇ વિકલ્પો રહ્યા નથી. હર્ષરાજે એમ પણ કહ્યું છે કે, સરકારને વાહન ઉદ્યોગને રાહત આપવા માટે જીએસટીમાં કાપ જેવા ઉપાય કરવાની જરૂર છે. હાલમાં મોટાભાગની કંપનીઓ છટણી કરવાની પ્રક્રિયામાં લાગેલી છે. છટણીની સાથે સાથે વેચાણને લઇને ચિંતાતુર રહેલી કંપનીઓ વલણ બદલી શકે છે.
આના કારણે ટેકનિકલ સ્તરની નોકરીઓ ઉપર પ્રતિકુળ અસર થશે. દેશભરમાં ડિલરશીપમાં કેટલા લોકોની નોકરી જતી રહી છે તે અંગે પૂછવામાં આવતા હર્ષરાજે કહ્યું હતું કે, હજુ સુધી બે લાખ લોકોને બહાર કરવામાં આવી ચુક્યા છે. દેશભરમાં ૧૫૦૦૦ ડિલરો દ્વારા સંચાલિત ૨૬૦૦૦ વાહન શો રુમમાં આશરે ૨૫ લાખ લોકોને પ્રત્યક્ષ રોજગાર મળી ચુક્યા છે. આવી જ રીતે ૨૫ લાખ લોકોને પરોક્ષરીતે આ ક્ષેત્રમાં રોજગારી મળી રહી છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં ડીલરશીપથી બે લાખ શ્રમબળને ઓછા કરી દેવામાં આવ્યા છે. આ પહેલા આ વર્ષે એપ્રિલ સુધી ૧૮ મહિનાની અવધિમાં દેશમાં ૨૭૧ શહેરોમાં ૨૮૬ શો રુમ બંધ કરવામાં આવી ચુક્યા છે જેના કારણે ૩૨૦૦૦ લોકોની નોકરી જતી રહી હતી. બે લાખ નોકરી ઘટી જતાં હાલત કફોડી બની રહી છે.કોરોના વાયરસ મહામારીના કારણે દુનિયાના તમામ ક્ષેત્રોમાં મંદી છવાઇ ગઇ છે. દુનિયાના દેશોમાં કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉન વચ્ચે તમામ લોકો ઘરમાં રહ્યા હતા. હજુ પણ સ્થિતી સુધરી રહી નથી.
¨કોરોના મહામારીના કારણે વેચાણ ક્ષેત્રે મંદીનું મોજુ¨ભારે ઘટાડા વચ્ચે દેશભરમાં વાહન ડીલરોની સંખ્યામાં ઘટાડો¨બે લાખથી વધુ કર્મચારીઓની છટણી થઇ ચુકી છે¨નજીકના ભવિષ્યમાં સ્થિતિ સુધરે તેવા સંકેત નથી¨વધુ શો રૂમ બંધ થઇ શકે છે¨વાહન ઉદ્યોગને રાહત આપવા જીએસટીમાં કાપ જેવા વિકલ્પ રાખવા જાેઇએ¨હાલમાં મોટાભાગની છટણી ફ્રન્ટ અને વેચાણ ક્ષેત્રે થઇ રહી છે¨દેશભરમાં ૧૫૦૦૦થી વધુ ડીલરો દ્વારા સંચાલિત ૨૬૦૦૦ વાહન શો રૂમમાં આશરે ૨૫ લાખ લોકોને પ્રત્યક્ષ રોજગારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button