આણંદ

આવતીકાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ, બે ફુટથી નાની મૂર્તિઓની સ્થાપના કરાશે

આણંદ, તા. ૨૧
દુંદાળા દેવ ગણેશજીના પર્વ ગણેશ મહોત્સવની આવતીકાલથી પ્રારંભ થઈ ગયો છે. જાેકે કોરોના સંક્રમણને લઈને આ વખતે જાહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી પર તેમજ બે ફુટથી મોટી મૂર્તિઓની સ્થાપના કરવા પર પ્રતિબંધ હોઈ ભક્તોમાં નિરાસા જાેવા મળી રહી છે. જાેકે ભક્તો દ્વારા કોરોના મહામારીની ગાઈડલાઈનને અનુસરી બે ફુટથી નાની મૂર્તિઓનું ઘરમાં જ સ્થાપના કરી આરતી ઉતારી પુજા અર્ચના કરવામાં આવશે. આવતીકાલથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને બજારમાં બેઠક મંદિર અને ગામડીવડ સહિતના વિસ્તારોમાં બે ફુટની અને તેનાથી નાની ગણેશજીની મૂર્તિઓનું પુરજાેશમાં વેચાણ થઈ રહ્યું છે. અને શ્રદ્ધાળુઓ દ્વારા બે ફુટની મૂર્તિઓની ખરીદી કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને લઈને આ વખતે બે ફુટથી વધુ ઊંચી મૂર્તિઓની સ્થાપના કરવી તેમજ જાહેરમાં પંડાલ બાંધી મૂર્તિઓની સ્થાપના કરવા પર પ્રતિબંધ હોઈ ભક્તોમાં નિરાશા જાેવા મળી રહી છે. અને ભક્તો દ્વારા બે ફુટની મૂર્તિઓનું ઘરમાં જ સ્થાપના કરી દસ દિવસ સુધી પુજા અર્ચના કરી આરતી ઉતારવામાં આવશે. મૂર્તિ બનાવનાર શીલ્પકારોમાં પણ આ વખતે ચિંતા જાેવા મળી રહી છે. અગાઉ મૂર્તિઓ બનાવી તેના વેચાણમાંથી શીલ્પકારો એક વર્ષની કમાણી કરી લેતા હતા. પરંતુ આ વખતે મોટી મૂર્તિઓ બનાવી શકાય નહી તેમજ નાની મૂર્તિઓની ખરીદીમાં પણ આ વર્ષે ૫૦ ટકાનો ઘટાડો જાેવા મળી રહ્યો છે. જેને લઈને શીલ્પકારોમાં આગામી એક વર્ષના પરિવારના ગુજરાનની ચિંતા જાેવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button